યાદ આવીશ
*************************
તારો જો ક્યાંક તૂટશે, તમને હું યાદ આવીશ;
કોઇકનો સાથ જો છૂટશે, તમને હું યાદ આવીશ;
હમણાં તો ખુશ છો ખૂબ, નવા દોસ્તોની સાથે;
તમારું દિલ જો તૂટ્યું, તમને હું યાદ આવીશ;
તમને જેના પર વિશ્વાસ છે, આજે ઇમાન સુધી;
એ જ જો નીકળ્યો જૂઠો, તમને હું યાદ આવીશ;
જિંદગીની સફરમાં દરેક જણ ઇમાનદાર નથી હોતા;
કોઈએ જો તમને લુંટ્યા, તમને હું યાદ આવીશ;
આજે ખુશ છો તમે તમારી અને તેની જિંદગીમાં;
એ જિંદગી એ જો આપ્યું દુઃખ, તમને હું યાદ આવીશ;
આજે નથી જોતા સામું, માટે કોઇકના બીજ