Gujarati Quote in Shayri by ARUN AMBER GONDHALI

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃભાષા દિવસ નિમિત્તે - એક નાની રચના
------------------------
માતૃભાષા
*******
ભાષા ક્યાં સમજાતી'તી મને ?
સ્વરના મીઠાં લયથી
છાનો રહેવા કહેતી'તી

શબ્દો કેવા મીઠાં મધ જેવા,
લાગણીમાં સરસ ગુંથી લેતી'તી
જાણે સરગમ મઝાની ગાતી'તી

હોય એકલી ત્યારે વાતો કરતી
પુચકારીને પ્રેમ અનોખો દેતી'તી
જાણે શબ્દકોષનું લેસન કરાવતી'તી

મા-ભાષા સાંભળતો હતો આજ સુધી
હવે બોલવાની વેળ આવી'તી
પ્રથમ પ્રયત્નમાં "માં" બોલી રડી પડ્યો
મારે માતૃભાષા બોલવાની ઘડી આવી હતી.

Gujarati Shayri by ARUN AMBER GONDHALI : 18187
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now