તું મને જાણે છે ને એનાથી વધારે હું તને સમજુ છું
ને તું મને સમજે છે એના કરતાં હું તને વધુ માનુ છું
હવે નથી અહીંયા કોઈ જ સ્પર્ધા કે કોણ ચડિયાતું તું કે હું
કારણ અહીંયા તો એક જ વક્તા એક જ વ્યક્તિત્વ એક જ ભાષણ ને એક જ નિબંધ છે તારી ને મારી "આપણી" પ્રેમ ની પરિભાષા નો..
તો થોડું તું થોડું હું ...લખશું તો કદાચ જિંદગી આખી ખૂટશે
ને કોઈ નિરીક્ષક ની જરૂર જ નઇ પડે!
અવ્વલ આવશે આપણો ઉત્તમ પ્રેમ...ને એની પરિભાષા..
-Hina