આંખ નીચે કાળા કુંડાળા વીસ પચીસ સફેદ વાળ અને થોડી એકબીજા માટે વધેલી સંભાળ સાથે લાગણીઓ નાં સેતું મજબૂત થાય છે.છતાં પણ રોજ રોજ નાં મીઠાં ઝઘડાં સાથે આંસુ નાં સાગર કેમ ઉભરાય છે.કદાચ આ વધી ગયેલાં વ્હાલ નાં પરપોટાં તો નથી ને જે બોમ્બ બની ગમે ત્યારે ફૂટી જાય છે.આંખો ની થોડી ભીનાશ સાથે ત્યારે પણ હૈયું હરખાય છે.અને વ્હાલપ ની ભીની સુવાસ સાથે ફરી થી પહેલાં ની જેમ પૃપોઝ કરવાનું મન થઈ જાય છે બકા.