અલી થોડીક નજીક આવ વહાલી તારાં ધોળા વાળ ની ચમક માં આપણાં સાથે માણેલાં જીવતર ની બધી જ આહ્લાદક પળો માણી લઉં.વીતી ગયેલાં અમુક ખરાબ સમય ને અેમાંથી ખંખેરી ઝાટકી નાખું અને પછી અેયને સુંદર એવાં બાકી નાં જીવન ને મારી વહાલી તારી સંગ જલસાં થી ઝગમગાવી દઉં.......આવું મેં આજે દાદા ને કહેતાં સાંભળયા અે મારાં વહાલાં દા દી ને હેત નાં હિલોળે ઝુલાવતાં ઝુલાવતાં ભરપૂર ખુશી છલકાવી બોખા મોં અે પણ જીંદાદીલી થી કહેતાં હતાં...............