ઓ મન તું કેમ આટલું ચલિત છે? સમજ્યા તું ખૂબ ચંચળ છે
તને હંમેશા બાજી પલટાવી નાખવી બહુ ગમે પણ તું એમા જ તો માહિર છે ને...આ તારી ખૂબી કે ખામી ના કારણે નિર્દોષ ભોળું દિલ અનેકવાર જિંદગી ની સાચી પરીક્ષા આપી ને પણ નિષ્ફળતા ને પામે છે ને દિલ અકારણ હારીને પણ તને જીતાડે છે ખબર નહીં શું કામ તારી સાથે ના દ્વંદ્વ માં!?ક્યારેક તારું આ ચંચળતાપણું છોડી દિલ ની જગ્યા એ રે તો ખબર પડશે..પણ તું તો દલીલ ને દ્વંદ્વ માં જ ચાલે..જીતી ને હારી શકે...હારી ને જીતવું બધા ને થોડી માફક આવે!!!...
-Hina