આ કલમ....હદયના ઘા મટે છે કયાં કોઈ મલમ થી...બસ,એને હળવા કરવા માટે છે આ કલમ...હદયના ભાવો થી કવિતા બનાવે છે આ કલમ..કવિતા બનાવી હદય ને હળવું કરે છે આ કલમ...સાથ કોઈ નથી ત્યારે ...આ કલમ ને સાથી બનાવી ફરું છું સાથ આપે છે બસ,આ કલમ.. સુખ અને દુઃખ ની રાહ પર ચાલે છે આ કલમ.. જીવન ના દરેક સમય ને વણૅવી ચુકી છે...મારી આ કલમ...નહીં રહી શકું એના વિના એવી લાગે છે...મને મારી આ કલમ...દરેક કવિ નુ હદય બની ગઈ છે .....આ કલમ...