હાથમાં પકડી લઇ જતા બેકડી,
ને ગળામા રાખતા ચાવી..
હાલ મોટા મોટા બેગને ચાર ખાના
તોય ચોપડીઓને એ ન ફાવી...
બાળપણમા પેન્સિલથી કરતા અમે ભૂલ
જે રબરથી ભૂસી જવાતી..
હવે બોલપેન ને જવાનીની , એકે ભૂલની
છાપ હવે નથી ભૂસી શકાતી...
ક ઘુંટી કમળ બોલવાની મજા અલગ જ હતી
ને અંગ્રેજી ભાષણોમા તો બસ હવા હતી..
.......... (1)