Gujarati Quote in Shayri by NARENDRAKUMAR RAVAL

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથી આસાન તોયે માણવાની છે
જિંદગી અઘરી છતાં મજાની છે,છો બધું ધાર્યું થતુ નથી આપણુ
પણ થાય એમાં ખુશી શોધવાની છે,બાગમાં ફૂલની સાથે કાંટાયે ઉગે
છતા દોસ્તી બંનેની કરવાની છે
,અહી સુગંધની સરભરા તો સૌ કરે,સાચી કળા કાંટાને જીરવવાની છે,કોને કહ્યું ધરતી આભ મળતા નથી,બસ થોડી દ્રષ્ટિને કેળવવાની છે,ક્ષિતિજ એ છલના છે તો શું થયું ?છેવટે વાત તો આશા રાખવાની છે,માન્યુ કે દિવસની છે અલગ આભા,તો રાતની યે આગવી આનબાની છે,સતત અજવાળાથી થાકશે જયારે,ત્યારે જરૂર અંધારાનીયે પડવાની છે,સુખદુઃખની જુગલબંધી છે જિંદગી

Gujarati Shayri by NARENDRAKUMAR RAVAL : 17121
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now