આજ હૃદય ની ફાડે થી અવાજ થયો..
જાણે કરોળિયો પોતાની જાળે ફસાયો..
પછી તો અંદર થી ઘણો કકળાટ થયો..
જાણે અજગર આજ પીપળા ને ભેટ્યો..
વાયુ વેગે ધમનીઓ માં ફફડાટી થય..
જાણે ઘુવડે ની આંખે પલકારી થય...
સફેદ રક્ત જર્યું પછી આંખે થી..
જાણે કોઈ પક્ષી નો શિકાર થયો પાંખે થી...
#કવિન શાહ#