પ્રેમ ની પરિભાષા સમજાય તો ઘણું છે.
તારા આપેલા ઝખમો રૂજાય તો ઘણું છે.
બદનામ બની જીવી રહયો છું આ જીંદગી,
તારી યાદો ના સહારે મરાય તો ઘણું છે.
આંસુ પણ સુકાઈ ગયાં છે મારી આંખોમાં,
સપના નો સમંદર ભરાય તો ઘણું છે.
તારા વિના મહેલ પણ ખંડેર બની ગયાં
પગરવ કયારેક સંભળાય તો ઘણું છે.
અબોલા લીધા છે એ હું કયાં નથી જાણતો,તારા મુખે બેવફા બોલાય તો ઘણું છે.
"સખી"ની પાસે બધું હોવા છતાં કશું નથી,
દુનિયા ની ભીડ માં તું દેખાય તો ઘણું છે.