Gujarati Quote in Shayri by Zalak bhatt

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખખડધજ ખંઢેરમાં છે,શક્તિનું મંદિર જુઓ
અણઘડ ઘડુલે હેલી ચઢતાં નદિ તણા નૂપુર જુઓ
કરબળ,નિર્બળ છતાં,ઝાલ્યું હાથે ખંજર જુઓ
જળવત છે મન છતાં એ બગ ની તાસીર જુઓ
ક્ષણભંગુર ના વિજય પછી પણ કૌરવ છે શું અમીર જુઓ
છળકપટ ની છૂટ લઈ લે ને છતાં બની ફરતાં ફકીર જુઓ
સરળ રસ્તે ડગ ભરતાં એ જન તણી તકદિર જુઓ
સત્યવ્રત પર ચાલતાં તે હસ્ત છે જંજીર જુઓ
કલરવ કરતું બળ હાથ છે કાંટા ની લકીર જુઓ
ખળભળતી ખાદીએ કહે ગુલાબ, અમને વીર જુઓ
સળવળતા વચ્ચે શ્વાસો માં શું ભોકાયું તીર જુઓ?
કઈ ઉગે છે ને આથમે છે, કોણે ખેંચી એ લકીર જુઓ

Gujarati Shayri by Zalak bhatt : 16821
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now