પ્રણય માટે એટલી ઊર્મીઓ જાગે છે,તમને હું શું કહું ?!
અનુભવ નથી માટે જ આતુરતા છે,તમને હું શું કહું ?!
હૈયામાં એવો ખળભળાટ મચે છે,તમને હું શું કહું ?!
લાગણીઓની ચાસણી ચાલી રહી છે,તમને હું શું કહું ?!
સાચો પ્રેમ મળવો કેટલો મુશ્કેલ છે,તમને હું શું કહું ?!
કેટલાય વર્ષોથી મને પ્રતિક્ષા છે,તમને હું શું કહું ?!
યાચના નથી આ તો મનસંતાપ છે,તમને હું શું કહું ?!
આજે પથ્થર એટલો અધીર બન્યો છે,તમને હું શું કહું ?!!