યંત્રો ચલાવી-ચલાવીને હું શબ્દોને ભૂલી ગયો,
લેખની કરતાં વધુ ટેસ્ટર પકડતો થઈ ગયો,
જીવન પણ યંત્રો સાથે જીવવા લાગ્યો,
સાહિત્યનો સાથ છોડી વિજ્ઞાનનો હાથ પકડ્યો,
મંત્રો ભૂલતો ગયો ને યંત્રો ખોલતો ગયો,
રસ ન હોવા છતાં આમાં પારંગત થતો ગયો,
દરરોજ એકનું એક કામ કરી કંટાળી ગયો,
વિધિની વક્રતા કહો કે કુદરતની કરામત કહો,
સાહિત્યકાર બનવાનો ખ્વાબ હતો,
પણ ન છુટકે ઈજનેર બની ગયો !