વાદળ છાઈ એક હૂંફાળી સાંજ મળે
તારા નયન પ્રેમભર્યો જો જામ મળે
લહેર ને સાથે હું, ને મારી મદમસ્ત નજર
અને એવા માં તારો ભીનો ભીનો હાથ મળે
સોંઘી માટી માં આળોટું બનીને પલાશ હું
જો સુગંધ ને સમાવવા તારો શ્વાસ મળે
વિસ્તારું સીમા પાર પ્રેમ બનીને આજ તો
જો તુજ હૃદય થી મારા હૃદય નો શેતુ મળે...