શું છે તારા ને મારા મળવા પાછળ નું પ્રયોજન
ના ખબર પડી ને જાણવા ની કોશિશ પણ ના કરી
કદાચ કોઈ જવાબ પણ ના મળત..!?
કોઈ પૂર્વ જન્માતર નું ઋણ.. કે આ જન્મ નું બંધન
કંઈજ ખબર નથી પડતી....?
કોઈ અધૂરી રહી ગયેલી પ્રીતની પૂર્ણતા કે આવતા કોઈ જન્મ માટે રહી જતી આ પ્રીત ની અપૂર્ણતા
નથી કોઈ જ જવાબ મલતા કે નથી ઈશ્વર તારી સાથે મળાવતા
જો ને તું કઈ જો "કેશવ" ને કદાચ તારું સાંભળી ને મને કોઇ જવાબ કે સંકેત આપે
કારણ મને તો અસમંજસ માં જ રાખે છે મારો કૃષ્ણ તારી પ્રીત માંથી પાછળ જાવા નથી દેતો ને મારાથી આગળ નથી વધી શકાતુ