સ્વરૂપ આમ તો છે એ એક, પણ ઉગે છે સૌના માટે રૂપે એં અનેક.
કોઈના મતે એ શુભ છે તો કોઈના મતે અશુભ,
કોઈના મતે એ સારો છે તો કોઈના મતે ખરાબ,
કોઈના મતે એ વિશ્વાસ છે તો કોઈના મતે શ્રાપ,
કોઈના મતે એ સામાન્ય છે તો કોઈના મતે વખાણ,
કોઈના મતે એ દુખહર્તા છે તો કોઈના મતે સુખહર્તા,
કોઈના મતે જીવ આપનાર તો કોઈના મતે જીવ હરનાર .
નથી આપતો કોઈની ટીકા કે વખાણ પર એ ધ્યાન,
કોમળ, રોદ્ર, અને આંખો ને ઠારે એવું એની પાસે છે જ્ઞાન.
એ માત્ર એંજ કરે છે જે છે એનું કામ, એવા
સુરજ દેવ ને મારા કોટી કોટી પ્રણામ
- Good