કહે રચના ઓ કલમ તને પણ જોઈ લયશ..
મુજને ભૂલી ને આમ એકલવાયી બેઠી રે..
એ કલમ શેની તું આટલી ઉછળે રે..
ન ભૂલ મારા સિવાય નથી સંશાર માં તારું રે..
કલમ બોલી શેનું કરે તું આ ગુમાન રે..
તારી કલ્પના પણ છે મારી ગુલામ રે..
હું તો છું વહેતું પાણી રે..
ક્યારેક તારા હાથે ને ક્યારેક શિશુ ના દાત રે..
અમથા નથી બની જતા સાહિત્યકારો રે..
એતો હું તારી આંગળી તપાવતી રે..
#કવિન શાહ#