રે પગલું ધરે ધરા પર તો ધરજે ધ્યાનથી, અહીં ફાંસલા બંધાણાં છે ઘણાં તારા નામથી.
પરથમ શીખવાડશે તને ડગ માંડતા, અને પછી એજ ડગમગાવશે તને હાલતા.
ભરોસો રાખજે કૃષ્ણ અને રાધા જેમ , સીતા થઇ તો રામ ન વિચારે તને અગ્ની માં નાખતાં.
હે માવડી થઇ દુર્ગા સાચવી લે તારી જાતને, દ્રૌપદી થઇ તો વાર નહી લાગે એને વસ્ત્રો ઉતારતાં.
પાંચ પાંચ પતિએ કૃષ્ણએ આવવું પડે લાજ રાખવાં, રખે તું જ કાળી રુપ ધરજે તારી જાત ને સંભાળવા.
@bindiya