આજ આવી રૂડી વાસંતી રે...
ખુલા આકાશે ઓઢી મઘુર સવાર
આનંદના ઘોડે સુગંધનો અસવાર
આજ આવી રંગીલી વાસંતી રે...
સોળે શૃંગાર સજીને આવી બહાર
ખીલ્યા પુષ્પો જરૂખે સહસ્ત્ર હજાર
આજ આવી રમતુડી વાસંતી રે...
હૃદયની તરવેણી ગાવે ગુજંન મલહાર
સુરજની પાંપણે કરે કળીઓ ચટકાર
આજ આવી મઘુરી વાસંતી રે...
વીંજાતા વાયરામાં ઉઠે પંખી-પર્ણોનો કલકાર
વિસ્તરતા અવકાશે ઉડે મારો માંહલો ક્ષણવાર
આજ આવી રૂડી વાસંતી રે...