આ જીવન ની સૌથી સુંદર ઘડી કે ઈશ્વર એ તારી સાથે મળાવી
એનાથી પણ અમૂલ્ય પળ જ્યારે તારી સાથે નિસ્વાર્થ પ્રેમ થયો
ને કદાચ સૌથી અનમોલ એવી ક્ષણ કે જ્યાં તું ને હું એક તો ના થઇ શકીએ જાણ્યા પછી પણ હિંમત થી જીવંત છીએ તું ને હું
ને આપણો ખૂબ અનેરો અનામી રુણાનુબંધી સંબંધ
જ્યાં શબ્દ રૂપી બંધન સિવાય કોઈ જ બંધન નથી...
જ્યાં મળેલા ના હોવા છતાં લાગે ..'મળેલા જીવ'છીએ..
આભાર તો નઈ કહું કારણ તેનો ભાર લાગશે આપણે કદાચ
તેથી જ બસ જીવંત રહે તારી ને મારી આ અનેરી લાગણી...
-Hina