કાલે હતી તમારી હાજરી, આજે સપનું થઈ ગયું,
તમારી ગેરહાજરી એક દુઃસ્વપ્ન થઈ ગયું,
યાદ હતા જે તમાર બોલ એ આજે યાદી થઈ ગયા,
થોડા માં જીવી લેવાની હતી ઈચ્છા તમારી,
એ અમારી ગમગીની નું કારણ બની ગયા
લાગણીઓ નો સાગર હતા તમે,
તમારી ગેરહાજરી મા અમે ખારો પટ થઈ ગયા
કેમ કહેવું નથી તમે,
અમારા શ્વાસ અને વિશ્વાસ માં ગુંથાઇ ગયા,
પામો નવો અવતાર નવા અવસર સાથે,
અમારી સાથે વીતાવી પળો સોના માં સુગંધ ભળી ગયા,
જીવશો જેમ તમે નવી આશા ઉર્મિયો સાથે,
અમે પણ જીવશું તમારી મીઠી યાદો સાથે.