જેમ સાગર નદીને નથી મળતો
પણ નદી સાગરમાં ભળી જાય છે,
તેમ સૂરજ પશ્ચિમમાંથી નથી ઉગતો
પણ પશ્ચિમમાં આથમી જાય છે,
એવી તો શું ખાસ વાત છે ?
તને યાદ નથી કરતો
પણ તારી યાદ આવી જાય છે,
તને હું નથી મળતો
પણ સ્વપ્નોમાં તું આવી જાય છે,
એવી તો શું ખાસ વાત છે ?
કહેતા નથી મારા હોઠો કૈ
પણ એક જ ધબકારે
હૈયું કેટલું કહી જાય છે
ખબર નથી પડતી કે
એવી તો શું ખાસ વાત છે ?
પણ જેવી છે તેવી
આમાં કંઈક તો ખાસ છે !