તું મારી ગુલાબી સવારનું સુકુંન તો હું તારું તેજ બની જાવ
તું મારી શિયાળા ની ગુલાબી ઠંડી તો હું તારી હૂંફ બની જાવ
તું મારા મુખ પર નું સ્મિત તો હું તારી હસ્તી બની જાવ
તું મારી હરેક શરારત તો હું તારી મસ્તી બની જાવ
તું મારુ સોનેરી શમણું તો હું તારી મીઠી નીંદર બની જાવ
તું મારો સોહામણો શાયર તો હું તારી ગઝલ બની જાવ
તું મારો નશો તો હું તારી વાઈન બની જાવ
તું મારો રોમાન્સ તો હું તારો પ્રણય બની જાવ
તું મારુ ટાઈટ હગ તો હું તારી લોન્ગ કિસ બની જાવ
તું મારો માધવ ને હું તારી રુક્મિણી અંતે તો તું ને હું.હું ને તુ