કોઈ છુપાઇને દસ્તક દઈ જાય છે,જરા ડોકીયુ કરી લઉં?
અંતિમ ક્ષણોનાં આસાર દેખાય છે,બે પળ જીવી લઉં?
સફરમાં જાણ્યા-અજાણ્યા મળ્યા,એ સૌને યાદ કરી લઉં?
હશે...પાપ-પુણ્ય કર્યાં હશે ઘણાંય,જરા માફી લઈ લઉં?
સંતોષ ક્યાં કર્યો,જીવનભર રોયા કર્યું,લાવ થોડું હસી લઉં...
ના...ના...મોતને મોત આવશે મને નહીં,પ્રેમ-અમૃત પી લઉં?
-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)