-કારીગર-
હદય નામનાં શરાફ પાસેથી
લાગણીઓ ઉછીની લઉં છું,
દિમાગ નામનાં વેપારી પાસેથી
અક્ષરોનો માલ ખરીદુ છું,
અક્ષરોથી અક્ષરોને મિલાવી
શબ્દોને તૈયાર કરું છું,
શબ્દોથી શબ્દોની મેળવણી કરી
વાક્યોને ટીપુ છું,
ટીપી ટીપીને ગરમ કરી
તેને બીબામાં ઢાળુ છું,
તેને ઘાટ આપી
વિવિધ ભાત આપું છું !
આમ,અેક રૂપેરી-સોનેરી
સુંદર આભૂષણ ઘડુ છું,
બાદ તમારા જેવા ધનિ
સામે પ્રસ્તુત કરું છું,
તમારી વાહ વાહીના મુનાફાથી
અે શરાફનું દેવુ ચૂકતે કરું છું,
મને તો આજે જ ખબર પડી
કે હું પણ અેક કારીગર છું !!