તું સુખનો સાગર ને ખુશીયો ની લહેર,
હું સુખના સાગર માંથી ખુશીયો નો ખોબો ભરવા માંગુ છું...
તું પ્રેમની પૂજારણ ને આનંદ ની ગંગા,
હું પ્રેમની પૂજારણ પાસેથી આનંદ રૂપી ગંગાજળ લેવા માંગુ છું...
તું સાહિત્યમાં સર્વોપરી ને શબ્દો ની રાણી,
હું સાહિત્યના વિષયો માંથી શબ્દો રૂપી મોતી વીણવા માંગુ છું...
તું કરુણા ની દેવી ને કાયારૂપી ઝરણું,
હું કરુણા ની દેવી ના કાયારૂપી ઝરણાં માં ન્હાવા માંગુ છું...