ભુલવાનુ મને,નાટક કરે છે .......
કે પછી સાચે તુ ભુલી ગયો ......
સપનામા તો મને સંભારે છે ......
કે પછી એ સપનુ જ ભુલી ગયો .....
મારા મનનો વહેમ છે,તુ મને સમજે છે .....
કે પછી સમજવાનુ જ તુ ભુલી ગયો ......
જોવાનુ મને રોજ,કારણ તો જાણે છે .....
કે પછી જોવાનુ જ તુ ભુલી ગયો .......
વાતો આપણી એ જુની,સાચવી છે .....
કે પછી એને સજાવવાનુ તુ ભુલી ગયો .....
આટઆટલો લખ્યો તને મારા ભાવથી ....
પણ લાગે છે તુ મારા સાચી કિંમત જ ભુલી ગયો .....