મુખ પર થોડા આંસુ તો થોડું
હાસ્ય ઉપજાવતી તું એ જીંદગી...
સમયથી બળવાન છે કોઈ અહીં?
સમયને સમજાવતી તું એ જીંદગી...
માર્ગમાં ક્યારેક ફુલ તો ક્યારેક
કાંટા પથરાવતી તું એ જીંદગી...
માટીના બનેલા પુતડાને,અહમ ને
માટીમાં જ સમાવતી તું એ જીંદગી...
પ્રસંગોપાત અનેકવિધ વેશધારક
મનુષ્યના રંગ બતાવતી તું એ જીંદગી...
ઘરથી કબરનો માર્ગ તું ચીંધતી આમ
તલસ્પર્શી મર્મ દર્શાવતી તું એ જીંદગી...
-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)