કુમળા તનની સુંદરતા માણવા
ભમરો બનીને ભટકતો તું રહેજે...
આ કુસુમ પર દરરોજ બેસવા
ને તેનો રસાસ્વાદ જરા તું કરજે...
નથી કોઈ શંકા ને નથી લેવી પરિક્ષા
છબી નયનોમા સજાવી તું લેજે...
મારે તો બસ તારા જ સ્વપ્ન સેવવા
ન જોઈએ કંઈ,મારો જ તું રહેજે...
-વૈશાલી ગોસ્વામી