જેમ જેમ પ્રોત્સાહન મળયુ આપનું તેમ તેમ વ્યોમ ચુંમતી જાઉં છું.
ભીની ભીની વાદળીઓને હું હવા, મંદ મંદ વિટળાઇને સ્પર્શેતી જાઉં છું
પરભાષી ડંફાસ મારનારા પર શબ્દોથી ચાબુખ હું મારતી જાઉં છું
સર્જકને તું સમજે નાસમજ,નિર્જીવને પણ સજીવમાં ફેરવતી જાઉં છું
અમસ્તિ મુરઝાયેલી કળીમાંથી પુષ્પ બની સુવાસ ફેલાવતી હું જાઉં છું
હું ખુદ અહીં જ શિખૂ છું ને અહી જ નિત નવું શિખવાઽતી જાઉં છું
ભૂલને ટકોર તમે પણ કરતાં જજોને,ભૂલને પણ ફુલમાં ફેરવતી જાઉં છું
ગુર્જર પ્રદેશની 'ગુર્જર ભાષા'ને હું આમ નીરંતર ખિલવતી હું જાઉં છું