કહું એક,
"અનોખી" સપનાની વાત....
આજે એક "અનોખી" મેં જોઇ,
રજાઈમાં મુખ છુપાવતી "સોનપરી" મેં જોઇ...
મનનાં ઉપવનમાં કુદતી ઉછળતી,
નાજુક ચંચળ "હરણી" મેં જોઇ...
તિરછી નજરે દલડું વિંધતી,
શિકારી એક "મૃગનયની" મેં જોઇ...
મનના મોરલાની અટખેલી કરતી,
મસ્તીમાં નાચતી "ઢેલડી" મેં જોઇ...
રુપની રોશનીમાં આંજી દેતી
રુપે મઢાયેલી "આરસ-પુતળી" મેં જોઇ...
સમગ્ર સૃષ્ટીને ચેતના આપતી,
પ્રેમની અપ્રતિમ "મુર્તિ" મેં જોઇ,
"પ્રિત"માં પાગલ મુજને કરતી,
આજ "અનોખી" અપ્સરા મેં જોઇ...