આ રણ મહી તું ક્યાંથી ફૂલ ખીલ્યું...
આ આખુંય ચમન તને શું ઓછ પડ્યું ???
.
ખારા આંશુ પણ હોઈ શકે ભેટ કોઈની..
ખારા સાગર જોડે થી મને મોતી મળ્યું...
.
ધકેલી ના શક્યો હું ખાઈ માં કોઈને...
એથી જ તો ઉંચેરું એકે સ્થાન ના મળ્યું...
.
આખુંય ભટક્યો "જય" જીવન રણ માં..
અંતે તો સ્મશાન નું જ સરનામું જડ્યું...