આજે કોઇ "નારાજ" છે "મારાથી",
શું કંઇ "ચૂક" થઇ હશે મારાથી???
લાગ્યું'તું કે "ખુશ" છે મને મળ્યા ત્યારથી,
શું કંઇ "મનમોટાવ" થયો હશે મારાથી???
આમ તો રહે છે સૌની સાથે "હસી-ખુશી",
તો આમ કેમ "પરાણે" વાત કરે છે મારાથી???
લાગ્યું'તું કે છે એ "કોમળદિલ" સૌથી,
તો કેમ આવું "કઠણ" વર્તે મારાથી???
નથી એવું કે એમને મારી "ફીકર" નથી,
તો કેમ કરે છે આવી "અટખેલી" મારાથી???
આવી તે કેવી "અનોખી" રીત છે "પ્રિત"ની,
કે "સમજણ" હોવા છતાં ના "સમજાઇ" મારાથી???