વરેલી વેદના
શું કહું હું તને કે મને વરેલી છે તારી વેદના ,
અધુરો રહીયો હંમેશા આવી છે મારી વેદના .
મારાથી કચાસ રહી સમજતા તારી વેદના ,
એટલા માટે જ તો મને વરી છે તારી વેદના .
વિસરાળ થયો હું કારણ માત્ર તારી વેદના,
તારા સ્મરણોની નિશાની માત્ર તારી વેદના.
મારા કણો-કણમાં સમાણી માત્ર તારી વેદના,
છેલ્લા શ્વાસની રાહમાં છે માત્ર તારી વેદના .