અહેસાસ થવું તું મારે, બરબાદ થવું તું મારે,
સમય સાચવ્યો હોત થોડો, ફના થવું તું મારે.
વરસવું તું અનરાધાર, તારા માં ભીંજાવું તું મારે,
આર્તનાદ તારો કરી, ગગન ગજાવવું તું મારે.
વિરોધ ના વંટોળ સામે, રણશીંગુ બાજવવું તું મારે,
આપી હોત મૌન સહમતી, શહર સજાવવું તું મારે.
બની દો દિલ એક જાન, તારા માં સમાવું તું મારે,
તારી પાસે ક્યાં હતી અપેક્ષા, નિભાવવું તું તો મારે.
- હરિ