આજે મળી'તી એક "અનોખી",
શું કહું એ કેવી "અનોખી"...
એ અનોખી એની વાત "અનોખી",
એક કહીને બે કરતી "અનોખી"...
ઇઇઇઇ કહીને ફિરકી લેતી "અનોખી",
જાવ કહીને બોલાવતી "અનોખી"...
સ્વાર્થી બનીને પણ નિ:સ્વાર્થી "અનોખી",
લડતી-ઝગડતી, શિખવતી "અનોખી"...
કાલીઘેલી કરતી "અનોખી",
જાણીકરીને મુંઝવતી "અનોખી"...
જ્યારે પૂછ્યું તું સૌથી કેમ "નોખી"?
તો હસીને કહ્યું એટલે જ તો છું "અનોખી"...