આજે ફરી એકવાર એને મળી આવ્યો.....
બસ ત્યાજ .... જ્યાં અમે હર-વાર મળતા...
ઘણુંબધું કહી ને... ઘણુંબધું સાંભળી ને... આવ્યો....
થોડું હસી ને આવ્યો... ને થોડું રડીને પણ આવ્યો....
જાત-જાત ની ને ભાત-ભાત ની વાતો કરી આવ્યો....
જે કરતા અે બધુ જ કરી ને આવ્યો....
આજે એના વગર જ એને મળી ને આવ્યો....