વૃધ્ધ થવાથી એમ કાંય વડિલ થવાતું નથી, ચંદ્ર બની શીતળતા આપવી પડે સમયસર, એમથાં જ સુર્ય બની સવારમાં પ્રજ્વલિત થવાતું નથી.
જવાબદારી ના જોખમ હસતાં મોઢે ખેડવા પડે, બાકી તો શરીરે ઘરડું થવાય ઉંમરને લાયક થવાતું નથી.
ધુળ પડી ધોળાં માં એવું કહેતાં લોકો પહેલાં ના, આજકાલ હેર ડાઇ નીચે દબાયેલા વાળ થી કુદરતી ધોળાં પણ થવાતું નથી.
કેડી એ પણ મુકવી પડે સંકળાશ, એમ પહોળા થયા વગર મારગ થવાતું નથી.
નછુટકે થયાં છે ઘણાં ભર જુવાની માં, વડિલ ઉમરને લાયક
જે ઘરનાં લોકોને બેફીકર બેફામ ને ખુલ્લે આમ જીવતાં જોયા છે.