Gujarati Quote in Shayri by Dakshesh Inamdar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજના દિવસે જાગતી આઁખે સપના સાચા થતાં જોયા.
તારી આપેલી અણમોલ ભેટમાં મોતી પરોવાયેલા જોયા.
તારાં જીવમાં મારાં જીવને  સાક્ષાત  પ્રેમમાં ડૂબેલા જોયા.
તન રહ્યા ભલે દૂર છતાં સહવાસનાં એહસાસ પૂરા જોયા.
હર એક મુલાકાતોને ખાટીમીઠી યાદોમાં ભીંજવાતા જોયા.
આંખોમાં ઉભરાતા પ્રેમને મેં ખૂણે આંખના રોકાતા જોયા.
મંદિરમાં માંબાબાને આજે સઁપૂર્ણ આશીર્વાદ આપતાં જોયા.
હરપળ આજે પ્રેમમાં સ્પંદનો મેં લોહીમાં  ઉછળતાં જોયા.
હૈયું કાઢીને આપી દઊ તોય ધબકાર પ્રેમનાં  ધબકતાં જોયા.
શિવને મળી શિવા આજે  આનંદે "દિલ" માં સમાતા જોયા.

Gujarati Shayri by Dakshesh Inamdar : 14155
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now