મારી કાવ્ય રચના અધુરી છે. એક એક કળી સમજી વિચારી ને બનાવું છુ, સમય કાઢીને બે કળી તમારી સમક્ષ રજૂ કરુ છુ.
"આ હિંદ તણી આશાઓ માથી,
મળી આવેલી આ ક્ષમતા.
જુગ-જુગ કેળી થશે દિવાની,
મા ભોમ તણી પ્યારી, મા ભોમ તણી પ્યારી.
હુ ના રહુ ભોમથી અજાણ,
સહુના સંગથી સુંદર બનાવવું તુજને.
રક્ષાકાજે તારો બાળ બનીને,
તેવું કાર્ય કરુ હું શુરવીરતાનુ.
હવે યુવાની થય રહી છે,
મા ભોમ તણી પ્યારી, મા ભોમ તણી પ્યારી.