કેવી રીતે વ્યક્ત કરું તને...
કે ભર બપોરે પણ અંજાય જાઉં છું,એ તારા આંખો ની ચમક કે પછી સૂર્ય નો પ્રકોપ?
ભર ઉનાળે પણ ભીનો થઈ જાઉં છું, એ તારા પ્રેમ ની અસર કે પછી તન નો પરસેવો?
દુઃખ માં પણ થોડુંક હસી જાઉં છું એ તારી ઝલક કે મારા મિત્રો ની ભાઈબંધી?
ભલે કાંઈ પણ હોય જવાબદાર તો તુંજ છે બાકી બીજું બધું તો બસ એક બહાનું છે...