એક સવાર એવી હોય જ્યારે તું મારી સાથે હોય,
હાથમાં ચાનો કપ હોય કે ન હોય,
તારા ચેહરા પર એક મીઠી હસી હોય,
એક સવાર એવી હોય જ્યારે તું મારી સાથે હોય,
બાથરૂમમાં ટોવેલ હોય કે ન હોય,
તારો મિઠો ટહુકો સંભળાતો હોય,
એક સવાર એવી હોય જ્યારે તું મારી સાથે હોય,
ટેબલ પર છાપું હોય કે ન હોય,
તારો નાસ્તો મારી સાથે હોય,
એક સવાર એવી હોય જ્યારે તું મારી સાથે હોય,
ગમે તેટલા કામ હોય કે ન હોય,
તારૂં આલીંગન સાથે હોય,
એક સવાર એવી હોય જ્યારે તું મારી સાથે હોય.
લિ. Butter Boy