શું 'પ્રિત'માં એવું થાય...???
કે જેને દિલ ચાહે એ મળી જાય...
કે એના આંસુ પિવાઇ જાય...
કે એના દરેક ગમ મીટાવી શકાય...
કે એને હર ક્ષણ હસાવી શકાય...
કે એના પર જિંદગી લુટાવી શકાય...
કે એનો હાથ પકડીને ઊડી શકાય...
કે એની આંખોમાં ડૂબી શકાય..
કે એની મીઠી મીઠી વાતો સાંભળી શકાય...
કે એને બધી જ ખુશી આપી શકાય...
કે એને દરેક તકલીફોથી બચાવી શકાય...
કે એની કાંટાળી રાહોમાં ફૂલ બની શકાય...
કે એને દિલમાં છુપાવી શકાય...
કે એને દરરોજ સપનાંમાં મળી શકાય...
કે એની એક નજરથી દિલને રાહત મળી જાય...
કે જ્યાં જોઉં ત્યાં એને જોઈ શકાય...
કે એની બાહોંમાં જગ ભૂલી શકાય...
કે એની દરેક ઇચ્છા પુરી કરી શકાય...
કે દુનિયાભરની ખુશીઓ એને આપી શકાય...
કે એની 'પ્રિત'માં પાગલ થઇ શકાય...
કે આ પાગલપન 'બેહદ' કરી શકાય...