સમય વહી ગયો તને જોયે....
ને તુ સમય થંભાવે છે...
જિવુ છુ જેના સહારે..
એ યાદો ને ભુલાવે છે....
કડી હતી જે તમને જોવાની...
એ છબીને તુ છુપાવે છે...
આસુ સુકવીને મારા...
મને તુ રડાવે છે...
મનમાથી નીકાળીને મને...
મનના દરવાજા બંધ કરે છે....
જા ,હવે હુ પણ નથી કરવાની તને યાદ....
નહી ખોલુ હુ પણ મારા મનના દ્વાર...
બેસી રહેજે હવે મારા વગર સુકા રણમા..
હુ તો ચાલી વહેવાને દરિયા સંગાથ....