રહું છું "ભાડા"નાં શરીરમાં,
રોજ "શ્વાસ" વેચી ભાડું ભરું છું...
મારી "ઔકાત" છે "માટી" જેટલી,
પણ વાતો હું "મહેલો"ની કરું છું...
બળીને "રાખ" થઈ જશે આ "કાયા" મારી,
છતાં "ખૂબસુરતી" પર "ઈતરાઉં" છું...
મને ખબર છે કે "આપબળે" હું "સ્મશાન" સુધી પણ નહિં જઇ શકું,
એટલે જ તો દુનિયામાં "મિત્રો" બનાવું છું...