" આઘા રહેજો ચૂંટણી આવી "
વાદ વિવાદની વણઝાર આવી
આઘા રહેજો ચૂંટણી આવી
ગરીબોની થાળી શણગારી
આઘા રહેજો ચૂંટણી આવી
ખેડૂતો માટે માફી આવી
આઘા રહેજો ચૂંટણી આવી
વિકાસની ગાથા ગવાણી
આઘા રહેજો ચૂંટણી આવી
થયી છે બધે ઢાંકપિછાડી
આઘા રહેજો ચૂંટણી આવી
નેતાઓની મહેફિલ સજાણી
આઘા રહેજો ચૂંટણી આવી
અંત્યોદયની સૃષ્ટિ રચાણી
આઘા રહેજો ચૂંટણી આવી