માત્ર તારા થકી
મારું જીવન સુખથી સમૃદ્ધ છે , માત્ર તારા થકી
મારા અસ્તિત્વ નો આધાર છે , માત્ર તારા થકી
હું સૂકા માંથી લીલોછમ થયો , માત્ર તારા થકી
અદભુત પ્રેમનો અનુભવ થયો, માત્ર તારા થકી
અળખામણાં માંથી ઓળખાયો, માત્ર તારા થકી
આ થઇ છે કમાલ જીવનમાં , માત્ર તારા થકી
સંબંધો સંપૂર્ણ જીવન બન્યા , માત્ર તારા થકી