જીંદગી તું બાળકનાં નિખાલસ હાસ્ય જેવી કેમ નથી?.. એક પળ નું દુખ ને બીજે પળે સુખ. એક ક્ષણ નું નાનું અમથું વ્હાલ ને બધું ખીલખીલાટ.ભાઇબંધ ને બહેનપણી એરે એનાથી આગળ નહી કોઇયે ની કમી. નાની વાત મા ભાગલાં પડે ને સમાધાન.. લે એતો એક ચોકલેટની વાત. બસ ફરી મીઠા ને મધુરાં આપણી દુનિયામાં મસ્ત.. મમ્મીનો ખોળો ને પપ્પાની હુંફ એમાં જગત સમસ્ત..