આજે ઘણા દિવસે તને લખવાની ઇચ્છા થઇ...
મનના આ ખુણાને હલાવવાની પધ્ધતિ થઇ...
તકલીફ પડી રહી છે તારી અંદર સમાવવામા...
કેમકે તારા દિલના એ ખુણામા ધુળ જામી ગઇ...
વાતાવરણ પણ બદલાઇ રહ્યુ છે સમયની સાથે...
પ્રેમના આ શિયાળામા, નફરત વરસી ગઇ.....
વાવાઝોડુ સમાઇ તો ગયુ છે મધદરિયે પણ....
અસર એની મારા દિલમા ક્યાક બાકી રહી ગઇ.....